ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો - World Stock Market

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) સામાન્ય ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.24 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 3.65 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 4.15 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો
Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

By

Published : Jan 4, 2023, 10:05 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) સામાન્ય ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 3.65 પોઈન્ટ (0.01 ટકા)ના ઘટાડા સાથે 61,290.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 4.15 પોઈન્ટ (0.02 ટકા)ના ઘટાડા સાથે 18,228.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સથી થઈ શકે છે ફાયદોએચડીએફસી (HDFC), એચડીએફસી બેન્ક (HDFC Bank), બીએસઈ (BSE), બીએફ ઈન્વેસ્ટમેન્ટ (BF Investment), પંજાબ એન્ડ સિંધ બેન્ક (Punjab and Sind Bank), સાઉથ ઇન્ડિયન બેન્ક (South Indian Bank) ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank).

આ પણ વાંચો2022 કરતાં વધુ મુશ્કેલ હશે 2023, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં: IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવા

વૈશ્વિક બજારની સ્થિતિએશિયન માર્કેટમાં (World Stock Market) ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 34.50 પોઈન્ટના ઘટાડા સાથે 18,271.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 327.13 પોઈન્ટના ઘટાડા સાથે 25,767.37ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.36 પોઈન્ટના ઘટાડા સાથે 3,245.44ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 10.01 પોઈન્ટના વધારા સાથે 3,126.52ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 32.23 પોઈન્ટના ઉછાળા સાથે 2.250.91ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details