અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 21.24 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 61,851.75ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 4.10 પોઈન્ટ (0.02 ટકા) તૂટીને 18,399.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 21 પોઈન્ટ તૂટ્યો - વૈશ્વિક શેરબજાર
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 21.24 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 4.10 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેહિન્દ ઝિન્ક (Hind Zinc), વેદાન્તા (Vedanta), ટીસીએસ (TCS), એપોલો ટાયર્સ (Apollo Tyres), એમ એન્ડ એમ (M&M), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties), નાયકા (Nykaa), ફ્યૂઝન માઈક્રો ફિન (Fusion Micro Fin).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 30 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.12 ટકાના ઘટાડા સાથે 27,955.85ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.15 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.48 ટકાના વધારા સાથે 14,616.75ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 0.25 ટકાના વધારા સાથે 18,388.26ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.25 ટકાના વધારા સાથે 3,142.02ના સ્તર પર જોવા મળી રહ્યો છે.