ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India ત્રીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 24 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 24.98 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 32.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો.

Stock Market India ત્રીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 24 પોઈન્ટ ગગડ્યો
Stock Market India ત્રીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 24 પોઈન્ટ ગગડ્યો

By

Published : Nov 2, 2022, 9:25 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 24.98 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 61,071.58ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 32.50 પોઈન્ટ (0.18 ટકા) તૂટીને 18,177.70ના સ્તર પર જોવા મળ્યો હતો.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંટેક મહિન્દ્રા (Tech Mahindra), અદાણી પોર્ટ્સ (Adani Ports), ટીવીએસ (TVS), હીરો મોટોકોર્પ (Hero Motocorp), એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (LIC Housing Finance), વોલ્ટાસ (Voltas).

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 20 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.03 ટકાના સામાન્ય વધારા સાથે 27,686.84ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.19 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.21 ટકાના વધારા સાથે 13,064.42ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 0.27 ટકાના ઘટાડા સાથે 15,413.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.19 ટકાના વધારા સાથે 2,974.81ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details