ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India સામાન્ય ઘટાડા સાથે શરૂ થયું માર્કેટ - Global Stock Market

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.34 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 37.77 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 8.95 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો.

Stock Market India સામાન્ય ઘટાડા સાથે શરૂ થયું માર્કેટ
Stock Market India સામાન્ય ઘટાડા સાથે શરૂ થયું માર્કેટ

By

Published : Jan 3, 2023, 9:43 AM IST

અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.34 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 37.77 પોઈન્ટ (0.06 ટકા)ના ઘટાડા સાતે 61,130.02ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 8.95 પોઈન્ટ (0.05 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 18,188.50ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદોબોરોસિલ (Borosil), એમ એન્ડ એમ ફાઈનાન્શિયલ (M&M Financial), શોભા (Sobha), કર્ણાટક બેન્ક (Karnataka Bank), વિંધ્યા ટેલિ (Vindya Tele), ટીસીએસ (TCS), એલ એન્ડ ટી ટેક (L&T Tech), પીએનસી ઇન્ફ્રા (PNC Infra), સાઉથ ઇન્ડિયન બેન્ક (South Indian Bank), સીએસબી બેન્ક (CSB Bank), સટિયા ઈન્ડસ્ટ્રીઝ (Satia Industries).

આ પણ વાંચોVegetables Pulses Price શાકભાજીના ભાવમાં સામાન્ય ઉછાળો

વૈશ્વિક બજારની સ્થિતિએશિયન બજારમાં (Global Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 4.50 પોઈન્ટના ઘટાડા સાથે 18,218.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 0.83 ટકાના વધારા સાથે 26,094.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 21.49 પોઈન્ટના ઘટાડા સાથે 3,229.83ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 17.34 પોઈન્ટના વધારા સાથે 3,106.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details