ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 112 પોઈન્ટ ગગડ્યો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ 112.44 પોઈન્ટ અને નિફ્ટી 47.80 પોઈન્ટના સ્તર પર જોવા મળી રહ્યો હતો.

Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 112 પોઈન્ટ ગગડ્યો
Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 112 પોઈન્ટ ગગડ્યો

By

Published : Jan 19, 2023, 10:25 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 112.44 પોઈન્ટ (0.18 ટકા)ના વધારા સાથે 60,933.30ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47.80 પોઈન્ટ (0.26 ટકા)ના ઘટાડા સાથે 18,117.55ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ પણ વાંચોHome loans instead of personal loans: શા માટે વ્યક્તિગત લોનને બદલે ટોપ-અપ હોમ લોન પસંદ કરવી જાણો

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેઈન્ડસઈન્ડ બેન્ક, એચયુએલ અને એશિયન પેઈન્ટ્સ, ગોવા કાર્બન, વેદાન્તા, ઓબિન્દો ફાર્મા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, મહિન્દ્રા લાઈફસ્કેપ્સ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, રેલીઝ ઇન્ડિયા, આલોક ઈન્ડસ્ટ્રીઝ.

આ પણ વાંચોOxfam Report on Inequality Income: ભારતના એક ટકા અમીરો પાસે દેશની કુલ સંપત્તિના 40 ટકા

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 88 પોઈન્ટ ગગડ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.22 ટકાના ઘટાડા સાથે 26,468.62ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.20 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. ઉપરાંત હેંગસેંગ 0.55 ટકાના ઘટાડા સાથે 21,558.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.17 ટકાના ઘટાડા સાથે 3,218.97ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details