અમદાવાદવૈશ્વિક શેરબજાર તરફથી (World Stock Market) નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 445.37 પોઈન્ટ (0.75 ટકા)ના ઘટાડા સાથે 59,011.41ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 85.75 પોઈન્ટ (0.48 ટકા) તૂટીને 17,621.25ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
Stock Market India ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત - Bombay Stock Exchange News
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 445.37 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 85.75 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેત્રિવેણી ટર્બાઈન (Triveni Turbine), આઈડીબીઆઈ બેન્ક (IDBI Bank), પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank), અશોક બિલ્ડકોન (Ashoka Buildcon), હેરિટેજ ફૂડ્સ (Heritage Foods), કિર્લોસકર ઓઈલ એન્જિન્સ (Kirloskar Oil Engines), બીપી ફિનટેક (PB Fintech).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 115.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.97 ટકા તૂટીને 27,047.37ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.23 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 1.21 ટકા તૂટીને 14,249.92ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ 1.52 ટકાના ઘટાડા સાથે 18,163.56ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પી 1.02 ટકા તૂટ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ ફ્લેટ વેપાર કરી રહ્યો છે.