ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળી થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 149.96 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 40.60 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો.

Etv BharatStock Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત
Etv BharatStock Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત

By

Published : Sep 23, 2022, 10:18 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર તરફથી (World Stock Market) નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 149.96 પોઈન્ટ (0.25 ટકા)ના ઘટાડા સાથે 58,969.76ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 40.60 પોઈન્ટ (0.23 ટકા) તૂટીને 17,589.20ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેમહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra), સેન્ચુરી ટેક્સટાઈલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (Century Textiles and Industries), કિર્લોસકર ઇન્ડસ્ટ્રીઝ (Kirloskar Industries), હીરો મોટોકોર્પ (Hero Motocorp), ઝાયડસ લાઈફસાયન્સીઝ (Zydus Lifesciences), સોમની સિરામિક્સ (Somany Ceramics), ટ્રાઈડન્ટ (Trident), સિપ્લા (Cipla), બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની (Bombay Dyeing and Manufacturing Company).

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં (World Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 100 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.58 ટકાના ઘટાડા સાથે 27,153.83ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.84 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.63 ટકાના ઘટાડા સાથે 14,193.96ના સ્તર પર જોવા મળી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 0.64 ટકાના ઘટાડા સાથે 18,032.14ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 1.54 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.70 ટકાના ઘટાડા સાથે 3,087.08ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details