અમદાવાદવૈશ્વિક શેરબજાર તરફથી (World Stock Market) નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 286.9 પોઈન્ટ (0.46 ટકા)ના ઘટાડા સાથે 61,514.17ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 88.75 પોઈન્ટ (0.48 ટકા) તૂટીને 18,325.15ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 286 પોઈન્ટ ગગડ્યો - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 286.9 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 88.75 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેવિપ્રો (Wipro), સફાયર ફૂડ્સ ઇન્ડિયા (Sapphire Foods India), એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની (HDFC Asset Management Company), (Max India), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Ltd).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં (World Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 49.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.54 ટકાના ઘટાડા સાથે 27,620.66ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.51 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત તાઈવાનનું બજાર 1.19 ટકા તૂટીને 14.558.68ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.97 ટકાના વધારા સાથે 19,555.68ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો આ તરફ કોસ્પીમાં 0.11 ટકાના ઘટાડા સાથે અને શાંઘાઈ કોમ્પોઝિટમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે.