ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું શેરબજાર - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 61.63 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 7.65 પોઈન્ટના સામાન્ય વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું શેરબજાર
Stock Market India સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું શેરબજાર

By

Published : Nov 30, 2022, 9:21 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 61.63 પોઈન્ટ (0.10 ટકા)ના વધારા સાથે 62,743.47ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 7.65 પોઈન્ટ (0.04 ટકા)ના સામાન્ય વધારા સાથે 18,625.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ આંકડાઓ પર રહેશે નજરનિફ્ટી બેન્ક (Nifty Bank), કૉલ ઓપ્શન ડેટા, પૂટ ઓપ્શન ડેટા, હાઈ ડિલિવરી પર્સન્ટેજવાળા શેર, FII અને DII, NSE અને F&O.

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.61 ટકાના ઘટાડા સાથે 27,858.16ની આસપાસ જોવા મળી રહ્યો છે. ઉપરાંત તાઈવાનનું બજાર 0.27 ટકાના વધારા સાથે 14,749.30ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.53 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.06 ટકાના વધારા સાથે 3,151.54ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details