અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 249.37 પોઈન્ટ (0.42 ટકા)ના વધારા સાથે 59,209.97ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 63.10 પોઈન્ટ (0.36 ટકા)ના ઉછાળા સાથે 17,550.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
Stock Market India સતત બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત - વૈશ્વિક શેરબજાર
સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 249.37 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 63.10 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેએલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસીઝ (L&T Technology Services), પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ (Praj Industries), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની (ICICI Lombard General Insurance Company), સુવેન લાઇફ સાયન્સીઝ (Suven Life Sciences), તિનપ્લેટ કંપની ઑફ ઇન્ડિયા (Tinplate Company of India), શેલ્બી (Shalby), અદાણી એન્ટરપ્રાઇઝીસ (Adani Enterprises).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 21 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.73 ટકાના વધારા સાથે 27,353.87ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.52 ટકા ઉછાળો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.04 ટકાના ઘટાડા સાથે 13,119.65ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 0.89 ટકાના ઘટાડા સાથે 16,764.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.41 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.37 ટકાના ઘટાડા સાથે 3,069.49ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.