ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજારની 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 61000ની નજીક પહોંચ્યો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 249.46 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 76.70 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India શેરબજારની 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 61000ની નજીક પહોંચ્યો
Stock Market India શેરબજારની 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 61000ની નજીક પહોંચ્યો

By

Published : Dec 27, 2022, 9:56 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર તરફથી (World Stock Market) સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 249.46 પોઈન્ટ (0.41 ટકા)ના વધારા સાથે 60,815.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News ) 76.70 પોઈન્ટ (0.43 ટકા)ના ઉછાળા સાથે 18,091.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ રહેશે સૌથી વધુ એક્ટિવઅદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprise), મારુતિ સુઝૂકી (Maruti Suzuki), એચડીએફસી લાઈફ (HDFC Life), કૉલ ઇન્ડિયા (Coal India), ટીસીએસ (TCS).

આ પણ વાંચોGold Silver Price: સોનું મોંઘું થયું ને ચાંદીમાં કોઈ ફેરફાર નહીં

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 53.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.52 ટકાના વધારા સાથે 26,543.47ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.40 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.76 ટકાના વધારા સાથે 14,393.01ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.44 ટકાના ઘટાડા સાથે 19,593.06ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 0.59 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.58 ટકાના વધારા સાથે 3,083.28ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details