અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 293.86 પોઈન્ટ (0.48 ટકા)ના વધારા સાથે 61,361.10ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 89.70 પોઈન્ટ (0.49 ટકા)ના વધારા સાથે 18,288.50ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
Stock Market India શેરબજારમાં તેજી, સેન્સેક્સ 293 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 293.86 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 89.70 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો હતો.
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં (World Stock Market) વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 110 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.40 ટકાના વધારા સાથે 26,492.66ની આસપાસ જોવા મળી રહ્યો હતો. ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.51 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.27 ટકાના વધારા સાથે 14,414.71ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 2.82 ટકાના વધારા સાથે 19,701.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.76 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.61 ટકાના વધારા સાથે 3,087.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સમાં રોકાણથી ફાયદો થઈ શકે છેરેમકો સિસ્ટમ્સ (Ramco Systems), બોરોસિલ (Borosil), ભારત ફોર્જ (Bharat Forge), ઓએનજીસી (ONGC), જેએમસી પ્રોજેક્ટ્સ (JMC Projects), રેડિકો ખૈતાન (Radico Khaitan).