અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 388.86 પોઈન્ટ (0.65 ટકા)ના વધારા સાથે 59,932.82ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 97.70 પોઈન્ટ (0.55 ટકા)ના ઉછાળા સાથે 17,754ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.
Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 388.86 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 97.70 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો હતો.
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન (Chennai Petroleum Corporation), પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (Power Finance Corporation), રૂટ મોબાઈલ લિમિટેડ (Route Mobile Ltd), સીએસબી બેન્ક (CSB Bank), પંજાબ અલ્કાલાઈઝ એન્ડ કેમિકલ્સ (Punjab Alkalies and Chemicals), હીરો મોટોકોર્પ (Hero Motocorp).
વૈશ્વિક બજારની સ્થિતિમંગળવારની સરખામણીમાં એસજીએક્સ નિફ્ટી 250 પોઈન્ટ ઉછળ્યો છે. તો ડાઊ ફ્યૂચર્સમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. જોકે, ગઈકાલે અમેરિકામાં ટેક શેર ગગડ્યા હતા. જ્યારે નેસડેક 2 ટકાથી વધુ ગગડ્યો છે.