અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની(Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 310.94 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 58,376.41ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 100.90 પોઈન્ટ (0.58 ટકા)ના ઉછાળા સાથે 17,375.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત - વૈશ્વિક શેરબજાર
સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 310.94 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 100.90 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સમાં થઈ શકે છે ફાયદોયુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits), રેડિકો ખૈતાન (Radico Khaitan), જીએમ બ્રેવરીઝ (GM Breweries), વેન્કિઝ (Venkys), ટીસીએસ (TCS), વેદાન્ત ફેશન (Vedant Fashion), પ્રિસિઝન વાયર (Precision Wire), ઓએનજીસી (ONGC), ઓઈલ (OIL), જીએનએ એક્સેલ્સ (GNA Axels), ટાઈટન (Titan)
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 86.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.92 ટકાના વધારા સાથે 27,370.37ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.24 ટકાના ઉછાળા સાથે 13,834.67ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 0.50 ટકાના ઘટાડા સાથે 17,997.14ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 1.42 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.55 ટકાના ઘટાડા સાથે 3,024.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે.