અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 10 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 353.20 પોઈન્ટ (0.62 ટકા)ના ઉછાળા સાથે 56,951.48ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 111.60 પોઈન્ટ (0.66 ટકા)ના વધારા સાથે 16,970.20ના સ્તર પર વેપાર કરી (Stock Market India Today News) રહ્યો હતો.
Stock Market India શેરબજારની ઉછાળા સાથે શરૂઆત - Stock Market India Today News
સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 10 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 353.20 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 111.60 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંએસ્સાર શિપિંગ (Essar Shipping), જિનેસિસ ઇન્ટરનેશનલ (Genesys International), રેમ્કો સિમેન્ટ્સ (Ramco Cements), અનુપમ રસાયણ ઇન્ડિયા (Anupam Rasayan India), કેન ફિન હોમ્સ (Can Fin Homes), એસ એચ કેલકર એન્ડ કંપની (S H Kelkar and Company), બ્લ્યૂડર્ટ એક્સપ્રેસ (Blue Dart Express).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1 ટકાના વધારા સાથે 3,147.48ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.96 ટકાના વધારા સાથે 26,425.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 1.25 ટકાના ઉછાળા સાથે 17,466.89ની સપાટીએ પહોંચી ગયો છે.