અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઉછાળઆ સાથે થઈ છે. જે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 42.8 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 60,389.77ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 90.25 પોઈન્ટ (0.50 ટકા)ના ઉછાળા સાથે 18,094.45ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.
Stock Market India શેરબજારમાં ચોથા દિવસે તેજીનો U ટર્ન - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે સેન્સેક્સ 42.8 પોઈન્ટ અને નિફ્ટી 90.25 પોઈન્ટના ઉછાળા સાથે સ્તર પર જોવા મળી રહ્યો હતો. Stock Market India, Bombay Stock Exchange News, National Stock Exchange News.
![Stock Market India શેરબજારમાં ચોથા દિવસે તેજીનો U ટર્ન Stock Market India શેરબજારમાં ચોથા દિવસે તેજીનો U ટર્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16375405-thumbnail-3x2-stock.jpg)
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંતાતા સ્ટીલ (Tata Steel), તમિલનાદ મર્કેન્ટાઈલ બેન્ક (Tamilnad Mercantile Bank), જી આર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ (G R Infraprojects), એચએફસીએલ (HFCL), સુંદરમ્ ફાસ્ટનર્સ (Sundaram Fasterners).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 45.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.46 ટકાના વધારા સાથે 27,946.20ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.49 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.44 ટકાના વધારા સાથે 14,722.15ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 0.30 ટકાના વધારા સાથે 18,903.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.85 ટકાના ઘટાડા સાથે 3,210.02ના સ્તર પર જોવા મળી રહ્યો છે.