અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 271.41 પોઈન્ટ (0.47 ટકા)ના વધારા સાથે 57,416.63ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 60.30 પોઈન્ટ (0.35 ટકા)ના ઉછાળા સાથે 17,100ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત
સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 271.41 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 60.30 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંએમ્બેસી ઓફિસ પાર્ક્સ આરઈઆઈટી (Embassy Office Parks REIT), મસ્તક (Mastek), અમારા રાજા બેટરીઝ (Amara Raja Batteries), મર્કેટર (Mercator), ફિલાટેક્સ ઇન્ડિયા (Filatex India), ઓરિએન્ટ બેલ (Orient Bell), શ્રી અજિત પલ્પ એન્ડ પેપર (Shree Ajit Pulp and Paper).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 65.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.83 ટકાના વધારા સાથે 26,651.60ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.40 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તાઈવાનનું બજાર 0.28 ટકાના વધારા સાથે 17,684.59ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 0.70 ટકાના ઘટાડા સાથે 17,729.61ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ સામાન્ય વધારા સાથે 3,052.63ના સ્તર પર જોવા મળી રહ્યો છે.