ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India બીજા દિવસે શેરબજારની મંગળ શરૂઆત - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 681.71 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 177.65 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India બીજા દિવસે શેરબજારની મંગળ શરૂઆત
Stock Market India બીજા દિવસે શેરબજારની મંગળ શરૂઆત

By

Published : Sep 20, 2022, 9:37 AM IST

અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 681.71 પોઈન્ટ (1.15 ટકા)ના ઉછાળા સાથે 59,822.94ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 177.65 પોઈન્ટ (1.01 ટકા)ના વધારા સાથે 17,799.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 147.50 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ 116.70 પોઈન્ટની તેજી સાથે 27,684.35ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.37 ટકા ઉછળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.25 ટકાના વધારા સાથે 14,462.01ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત હેંગસેંગ 1.09 ટકાના વધારા સાથે 18,768.54ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.43 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.57 ટકાના વધારા સાથે 3,133.46ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેએડવાન્સ એન્ઝિમી ટેકનોલોજિઝ (Advanced Enzyme Technologies), સીએટ (CEAT), નેટકો ફાર્મા (Natco Pharma), બોમ્બે ડાયિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની (Bombay Dyeing and Manufacturing Company), ઈરકોન ઇન્ટરનેશનલ (Ircon International), અદાણી એન્ટરપ્રાઇસીઝ (Adani Enterprises), હેટસન એગ્રો પ્રોડક્ટ (Hatsun Agro Product), બટરફ્લાય ગાંધીમથિ એપ્લાયન્સીઝ (Butterfly Gandhimathi Appliances).

ABOUT THE AUTHOR

...view details