ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India બીજા દિવસે શેરબજારની મંગળ શરૂઆત - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે સેન્સેક્સ 329.73 પોઈન્ટ અને નિફ્ટી 99.50 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. Stock Market India, Bombay Stock Exchange News, National Stock Exchange News.

Stock Market India બીજા દિવસે શેરબજારની મંગળ શરૂઆત
Stock Market India બીજા દિવસે શેરબજારની મંગળ શરૂઆત

By

Published : Sep 13, 2022, 9:35 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે હવે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 329.73 પોઈન્ટ (0.55 ટકા)ના વધારા સાથે 60,444.86ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 99.50 પોઈન્ટ (0.55 ટકા)ના ઉછાળા સાથે 18,035.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 103 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.16 ટકાના વધારા સાથે 28,589.11ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.33 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.69 ટકાના વધારા સાથે 14,909.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.23 ટકાના ઉછાળા સાથે 19,406.15ના સ્તર પર જોવા મળી રહ્યું છે. બીજી તરફ કોસ્પીમાં 2.55 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.26 ટકાના વધારા સાથે 3,270.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સમાં રોકાણથી ફાયદાની શક્યતાબજાજ ફિન્સર્વ (Bajaj Finserv), ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronics), બોરોસિલ રિન્યૂએબલ્સ (Borosil Renewables), એચપીસીએલ (HPCL), વેદાન્તા (Vedanta), ઓઈલ ઇન્ડિયા (Oil India), એચઓઈસી (HOEC), આલ્ફાજિઓ (Alphageo), મુથૂટ કેપિટલ સર્વિસીઝ (Muthoot Capital Services).

ABOUT THE AUTHOR

...view details