અમદાવાદવૈશ્વિક શેરબજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 218.37 પોઈન્ટ (0.36 ટકા)ના વધારા સાથે 60,479.55ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86.60 પોઈન્ટ (0.48 ટકા)ની મજબૂતી સાથે 18,031ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ પણ વાંચોGold Silver Price: સોના- ચાંદીના ભાવમાં થયો વધારો
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેવિપ્રો, એચડીએફસી બેન્ક, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, તાતા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડીમાર્ટ
આ પણ વાંચોVegetables Pulses Price: શાકભાજીના ભાવમાં સામાન્ય વધારો
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 17 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ 1.02 ટકાના ઘટાડા સાથે 25,855.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.05 ટકાના સામાન્ય વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.75 ટકાના વધારા સાથે 14,935.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત હેંગસેંગ 0.88 ટકાના વધારા સાથે 21,930.41ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.92 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.17 ટકા વધારા સાથે 3,232.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે જોરદાર આવકએચડીએફસી બેન્ક, સુલા વિનયાર્ડ્સ, ભારત એગ્રિ ફર્ટ, વેન્કિસ ઇન્ડિયા, એચજી ઈન્ફ્રા, ફેડરલ બેન્ક, સીએસબી બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, વેદાન્તા, હિન્દલ્કો, હિન્દ ઝિન્ક, એપીએલ એપોલો.