અમદાવાદસપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 64.68 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 60,905.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 26.40 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 18,131.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
વૈશ્વિક બજાર બંધવર્ષ 2023ની શરૂઆતના કારણે મોટા ભાગના વિદેશી બજાર (World Stock Market) બંધ છે. જોકે, અમેરિકા, ઈંગ્લેન્ડ, ચીન, જાપાન સહિત એશિયાના બજારોમાં વેપાર નહીં થાય. જ્યારે ગયા સપ્તાહે શુક્રવારે અમેરિકી બજારમાં સામાન્ય દબાણ જોવા મળ્યું હતું. તો શુક્રવારે અમેરિકી બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું. ઉપરાંત ડાઓ જોન્સમાં 75 પોઈન્ટ અને એસ એન્ડ પી 500 10 પોઈન્ટ ગગડીને બંધ થયો હતો.