અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 473.22 પોઈન્ટ (0.79 ટકા)ના ઘટાડા સાથે 59,460.79ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 152.40 પોઈન્ટ (0.85 ટકા) તૂટીને 17,725ના સ્તર પર જોવા મળી રહ્યો (Stock Market India latest news) છે.
Stock Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ 473.22 પોઈન્ટ અને નિફ્ટી 152.40 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. Stock Market India, Bombay Stock Exchange News, National Stock Exchange News.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and Special Economic Zone), તાતા પાવર (Tata Power), પીવીઆર (PVR), એમટીઆરએ ટેકનોલોજિઝ (MTRA Technologies), ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશન્સ (Future Lifestyle Fashions), કરિયર પોઈન્ટ (Career Point), ટ્રાજિન ટેકનોલોજિઝ (Trigyn Technologies), ઈન્ડો બોરેક્સ એન્ડ કેમિકલ્સ (Indo Borax and Chemicals).
વૈશ્વિક શેરબજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 119 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.08 ટકાના ઘટાડા સાથે 27,574.58ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.08 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.86 ટકાના ઘટાડા સાથે 14,543.82ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.61 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.91 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.16 ટકાના ઘટાડા સાથે 3,162.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.