ગુજરાત

gujarat

ETV Bharat / business

stock market india પહેલા જ દિવસે કડાકા પછી આજે શેરબજારની મંગળ શરૂઆત - stock market india

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સેન્સેક્સ 411.68 પોઈન્ટ અને નિફ્ટી 134.90 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. stock market india, bombay stock exchange today news, National stock exchange today news.

stock market india પહેલા જ દિવસે કડાકા પછી આજે શેરબજારની મંગળ શરૂઆત
stock market india પહેલા જ દિવસે કડાકા પછી આજે શેરબજારની મંગળ શરૂઆત

By

Published : Aug 30, 2022, 9:31 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (world stock market today) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (stock market india) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (bombay stock exchange today news) 411.68 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 58,384.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National stock exchange today news) 134.90 પોઈન્ટ (0.78 ટકા)ના વધારા સાથે 17,447.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચોગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ, લુઈ વિટનના વડાને છોડ્યાં પાછળ

આજે આ શેર્સ ચર્ચામાં રહેશેથાયરોકેર ટેકનોલોજિઝ (Thyrocare Technologies), યુગ્રો કેપિટલ (Ugro Capital), આઈસીઆરએ (ICRA), ક્રિશ્ના ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (Krishna Institute of Medical Sciences), ઓરિએન્ટ સિમેન્ટ (Orient Cement), સ્ટાર હાઉસિંગ ફાઈનાન્સ (Star Housing Finance).

આ પણ વાંચોReliance Agm 2022 મુકેશ અંબાણીએ 45મી AGMમાં ​​Jio 5Gની જાહેરાત કરી

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 70 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 1.02 ટકાના વધારા સાથે 28,162.52ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.47 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર ફ્લેટ વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 1.57 ટકાના ઘટાડા સાથે 19,709.29ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.63 ટકાના ઘટાડા સાથે 3,220.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details