ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 304 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. જોકે, બજારની શરૂઆત ઉછાળા સાથે થતાં રોકાણકારોમાં નવી આશા જાગી હતી. પરંતુ છેવટે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. આ સાથે જ આજે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 304 પોઈન્ટ તૂટ્યો હતો.

Stock Market India માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 304 પોઈન્ટ તૂટ્યો
Stock Market India માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 304 પોઈન્ટ તૂટ્યો

By

Published : Jan 5, 2023, 4:11 PM IST

અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 304.18 પોઈન્ટ (0.50 ટકા)ના ઘટાડા સાથે 60,353.27ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Bombay Stock Exchange News) 50.80 પોઈન્ટ (0.28 ટકા) તૂટીને 17,992.15ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સહીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.16 ટકા, એનટીપીસી (NTPC) 2.01 ટકા, આઈટીસી (ITC) 1.90 ટકા, સિપ્લા (Cipla) 1.87 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 1.91 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સબજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -6.96 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -4.88 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -2.12 ટકા, ટાઈટન કંપની (Titan Company) -1.48 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.26 ટકા.

આ પણ વાંચોક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસને કરે છે અસર, જાણો કઈ વાતનું ધ્યાન રાખવુ જોઈએ

આ ઑટો સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદોઆપને જણાવી દઈએ કે, આ ઑટો સ્ટોક્સ પર રોકાણ કરવાથી 51 ટકા સુધીનું રિટર્ન મળવાની સંભાવના છે. આવા સ્ટોક્સમાં એશોક લેલેન્ડ (Ashok Leyland), બજાજ ઑટો (Bajaj Auto), ટીવીએસ મોટર (TVS Motor), મારુતિ સુઝૂકી (Maruti Suzuki), તાતા મોટર્સ (Tata Motors), આઈશર મોટર્સ (Eicher Motors), હીરો મોટોકોર્પ (Hero Motocorp).

આ પણ વાંચોStock Market india માર્કેટમાં તેજીનો U ટર્ન, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

આવતા સપ્તાહે નીતિ આયોગની બેઠકસરકારી કંપની MMTC બંધ કરવા અંગે આગામી સપ્તાહમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આને સંબંધિત 13 જાન્યુઆરીએ નીતિ આયોગની મહત્વની બેઠક (NITI Aayog Meeting) યોજાશે. જેમાં MMTCને બંધ કરવાની પદ્ધતિ પર ચર્ચા થશે. સૂત્રોના મતે, MMTC બંધ કરવા પર વાણિજ્ય મંત્રાલય સંમત થઈ ગયું છે. એટલે હવે MMTC પર નોડલ મિનિસ્ટ્રીની સંમતી આવી છે.

ABOUT THE AUTHOR

...view details