અમદાવાદઃસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 344.29 પોઈન્ટ (0.59 ટકા)ના ઘટાડા સાથે 57,555.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 71.15 પોઈન્ટ (0.42 ટકા) તૂટીને 16,972.15ના સ્તર પર બંધ થયો છે. આ સાથે રોકાણકારોએ ફરી રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃVegetables Pulses Price : ઉનાળાની સિઝનમાં લીંબુ કરશે આર્થિક ખાટા, જૂઓ શાકભાજીનો ભાવ
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃઅદાણી એન્ટરપ્રાઈઝ 5.80 ટકા, અદાણી પોર્ટ્સ 3.80 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.98 ટકા, તાતા સ્ટીલ 2.11 ટકા, ટાઈટન કંપની 1.85 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃભારતી એરટેલ - 1.96 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -1.85 ટકા, રિલાયન્સ -1.71 ટકા, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા -1.49 ટકા, એચયુએલ -1.49 ટકા.
આ પણ વાંચોઃNokia Netplus Collaboration : નોકિયા અને નેટપ્લસે ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે હાથ મિલાવ્યો
માર્કેટની આજની સ્થિતિઃ અમેરિકી નાણાકીય સંકટના કારણે વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળ્યા હતા. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. ત્યારે આજે સેન્સેક્સના 30માંથી 27 શેર્સ લાલ નિશાન પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના તમામ સેક્ટરમાં ટ્રેડ લાલ નિશાન પર બંધ થયા હતા. તો ઈન્ડિયન બેન્કના શેર્સ 8 ટકા ગગડ્યા હતા. આ ઉપરાં અદાણી પોર્ટ, એચસીએલ, ટેક મહિન્દ્રા અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા સહિત ઈન્ફોસિસ, મારૂતિના શેર્સમાં જોરદાર ઝટકો લાગ્યો હતો.
પહેલા ત્રણ દિવસની સ્થિતિઃ આપને જણાવી દઈએ કે, આ વખતે સપ્તાહના પહેલા દિવસે પણ ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી હતી. તે વખતે સેન્સેક્સ 897 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે બીજા દિવસે મંગળવારે પણ શેરબજારમાં મંદીના વાદળ જ જોવા મળ્યા હતા. તેના કારણે સેન્સેક્સ 337 પોઈન્ટ તૂટ્યો હતો. ત્યારે આજે સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થતાં રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.