અમદાવાદઃસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 326.23 પોઈન્ટ (0.55 ટકા) તૂટીને 58,962.12ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 88.75 પોઈન્ટ (0.51 ટકા)ના ઘટાડા સાથે 17,303.95ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃStock markets ups and downs: શેરબજારોમાં થતા ઉતાર-ચઢાવની અસર તમારા રોકાણો પર થતા કઈ રીતે બચાવશો
માર્કેટની સ્થિતિઃફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે બજારમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી સતત 8મા દિવસે ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટીમાં 4 વર્ષ પછી સતત 8મા સત્રમાં દબાણ જોવા મળ્યું હતું. ત્યારે 5 સત્રોમાં ઘટાડા પછી મિડકેપમાં રિકવરી આવી છે. જ્યારે ફાર્મા, એનર્જી, મેટલ, આઈટી શેર્સમાં વેચવાલી જોવા મળી છે. તો ઈન્ફ્રા, એફએમસીજી શેર્સ પર દબાણ જોવા મળ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી વેચવાલી આંકડાથી પહેલાં ઑટો શેર્સમાં તેજી જોવા મળી છે.