ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સ 220 પોઈન્ટ તૃૂટ્યો - Stock Market India closed with down on Tuesday

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 220.86 પોઈન્ટ અને નિફ્ટી 43.10 પોઈન્ટ (National Stock Exchange News) તૂટીને બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોને નિરાશા સાંપડી (Stock Market India closed with down on Tuesday) છે.

Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સ 220 પોઈન્ટ તૃૂટ્યો
Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સ 220 પોઈન્ટ તૃૂટ્યો

By

Published : Feb 7, 2023, 4:00 PM IST

અમદાવાદઃસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 220.86 પોઈન્ટ (0.37 ટકા)ના ઘટાડા સાથે 60,286. 04ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 43.10 પોઈન્ટ (0.24 ટકા) તૂટીને 17,721.50ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે.

આ પણ વાંચોLife Insurance: જીવન વીમા પોલિસી લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખશો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃઅદાણી એન્ટરપ્રાઈઝ 14.64 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ 2.09 ટકા, કોટક મહિન્દ્રા 1.63 ટકા, અદાણી પોર્ટ્સ 1.41 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.22 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃતાતા સ્ટીલ -5.11 ટકા, હિન્દલ્કો -3.98 ટકા, આઈટીસી -2.65 ટકા, સન ફાર્મા -1.66 ટકા, મારુતી સુઝૂકી -1.63 ટકા.

આ પણ વાંચોAdani Group Share: અદાણી ગ્રુપને રાહત મળી, શેરના ભાવમાં ઉછાળો

આજે બજારની સ્થિતિઃ આજે દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના વેપારમાં એફએમસીજી, ઑટો શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે રિયલ્ટી, બેન્કિંગ, ફાર્મા શેર્સમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ એનર્જી, મેટલ, આઈટી શેર્સ પર ઘટાડો જોવા મળ્યો હતો. તો આજના વેપારમાં મિડ અને સ્મોલ કેપ શેર્સની ચાલ મિશ્ર જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details