અમદાવાદઃસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 289.31 પોઈન્ટ (0.50 ટકા)ના ઘટાડા સાથે 57,925.28ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75 પોઈન્ટ (0.44 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 17,076.90ના સ્તર પર બંધ થયો છે. આના કારણે આજે ફરી એક વાર રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃHindenburg Research : અદાણી પછી હિંડનબર્ગ નવા ધડાકાની તૈયારીમાં, ખબર નહીં હવે કોનો વારો?
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃહિન્દલ્કો 1.54 ટકા, મારુતી સુઝૂકી 1.22 ટકા, નેશલે 1.19 ટકા, ભારતી એરટેલ 0.91 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 0.84 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃએસબીઆઈ -1.69 ટકા, બજાજ ઑટો -1.55 ટકા, કોટક મહિન્દ્રા -1.49 ટકા, એશિયન પેઈન્ટ્સ -1.48 ટકા, એચસીએલ ટેક -1.44 ટકા.
માર્કેટ ગગડવા પાછળના કારણોઃફેડ રિઝર્વએ આશા મુજબ 25 બેસીઝ પોઈન્ટ્સનો જ ઉછાળો કર્યો છે, પરંતુ અમેરિકાના નાણા મંત્રી ના નિવેદન પછી ચિંતાએ વધી ગઈ છે કે, તમામ ડિપોઝિટર્સ માટે બ્લેન્કેટ ઈન્શ્યોરન્સ પર વિચાર નથી કરવામાં આવી રહ્યો. અમેરિકાના વાયદા બજારમાં તેજીના કારણે સ્થાનિક બજારમાં શરૂઆતી ઘટાડા પછી થોડી રિકવરી જોવા મળી હતી. જોકે, સ્વિસ નેશનલ બેન્ક દ્વારા 50 બેસીઝ પોઈન્ટનો ઉછાળો કરવાના કારણે યુરોપીય બજારમાં નબળાઈથી રિકવરી વધારે સમય સુધી ન જોવા મળી.
આ પણ વાંચોઃJayanti Chauhan : જાણો કોણ છે જયંતિ ચૌહાણ, જેણે બિસલરીની કમાન લેવાનો ઈન્કાર કર્યો
રોકાણકારોની સંપતિ ઘટીઃ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઝની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે ઘટીને 257.10 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે, જે છેલ્લા વેપારી દિવસે (બુધવાર) 257.97 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે જ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઝની માર્કેટ કેપ આજે લગભગ 87,000 કરોડ રૂપિયા ઘટી છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો, રોકાણકારોની સંપતિમાં 87,000 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.