અમદાવાદઃસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 139.18 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 59,605.80ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 43.05 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 17,511.25ના સ્તર પર બંધ થયા છે. ત્યારે ફરી રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃVegetables Pulses Price : જૂઓ આજે શાકભાજી કઠોળની બજારમાં ભાવની હલચલ
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃહિન્દલ્કો 1.57 ટકા, કૉલ ઇન્ડિયા 1.44 ટકા, એક્સિસ બેન્ક 1.32 ટકા, આઈટીસી 0.98 ટકા, એસબીઆઈ 0.90 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃએશિયન પેઈન્ટ્સ -3.22 ટકા, લાર્સન -1.62 ટકા, ડિવાઈસ લેબ્સ -1.62 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ -1.58 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -1.57 ટકા.
આ પણ વાંચોઃGold Silver price : ખરીદી માટે સારો અવસર, સોના ચાંદીના ભાવમાં ઘટાડો
માર્કેટની આજની સ્થિતિઃફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજાર આજે ફરી ઘટાડા સાથે બંધ થયું છે. આજે નિફ્ટી સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. જ્યારે નિફ્ટી બેન્ક નીચલા સ્તર પર બંધ થયો છે. તો આજના કારોબારમાં રિયલ્ટી, એનર્જી, ઈન્ફ્રા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મેટલ, એફએમસીજી ઈન્ડેક્સ સામાન્ટ વધારા સાથે બંધ થયા હતા.