અમદાવાદઃવૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળવાના કારણે ભારતીય શેરબજારનો મૂડ બગડી ગયો છે. ત્યારે સતત ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 927.74 પોઈન્ટ (1.53 ટકા)ના ઘટાડા સાથે 59,744.98ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 272.40 પોઈન્ટ (1.53 ટકા)ના ઘટાડા સાથે 17,554.30ના સ્તર પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃShare Market : સેન્સેક્સમાં 450 આંકના ઘટાડો, સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસને ફટકો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃઆઈટીસી 0.42 ટકા, બજાજ ઑટો 0.09 ટકા, ડિવાઈસ લેબ્સ 0.07 ટકા.