અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 262.96 પોઈન્ટ (0.44 ટકા)ના ઘટાડા સાથે 59,456.78ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 97.90 પોઈન્ટ (0.55 ટકા) તૂટીને 17,718.35ના સ્તર પર બંધ થયો છે. સાથે જ 2 દિવસ પછી શેરબજારમાં આખો (Stock Market India News) દિવસ મંદી જોવા મળી હતી. તેના કારણે રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.
Stock Market India ઘટાડા સાથે બંધ થયું શેરબજાર - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 262.96 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 97.90 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.
Stock Market India ઘટાડા સાથે બંધ થયું શેરબજાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સબ્રિટેનિયા (Britannia) 3.22 ટકા, એચયુએલ (HUL) 1.48 ટકા, આઈટીસી (ITC) 1.38 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.05 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 0.92 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સશ્રી સિમેન્ટ્સ (Shree Cements) -5.23 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.95 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -3.18 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -2.60 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.38 ટકા.