અમદાવાદઃસપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 360.95 પોઈન્ટ (0.62 ટકા)ના ઘટાડા સાથે 57,628.95ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 111.65 પોઈન્ટ (0.65 ટકા) તૂટીને 16,988.40ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ પહેલાં જ દિવસે માર્કેટમાં મંદીના કારણે રોકાણકારોના ચહેરા પડી ગયા હતા.
આ પણ વાંચોઃSilicon Valley Bank crash: અભિનેત્રી શેરોન સ્ટોને બેંકિંગ કટોકટીમાં ગુમાવ્યા રુપિયા
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃએચયુએલ 2.61 ટકા, બીપીસીએલ 2.35 ટકા, આઈટીસી 0.87 ટકા, ગ્રેસિમ 0.48 ટકા, નેશલે 0.42 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃબજાજ ફિન્સર્વ -4.33 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ -3.82 ટકા, બજાજ ફાઈનાન્સ -3.17 ટકા, હિન્દલ્કો -2.76 ટકા, વિપ્રો -2.48 ટકા.
માર્કેટની આજની સ્થિતિઃ સેન્સેક્સ પર હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, નેશલે ઈન્ડિયા, ટાઈટન અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર્સ ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે એશિયન બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો એફઆઈઆઈ દ્વારા વેચવાલી અને બેન્કિંગ સંકટની વચ્ચે ફેડ રિઝર્વની આગામી બેઠકને લઈને રોકાણકારોએ સતર્ક વલણ અપનાવ્યું હતું. તેના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો અત્યાર સુધી રોકાણકારોની નજર આ સપ્તાહે ફેડ રિઝર્વના વ્યાજદર નક્કી કરનારી સમિતિની બેઠકના પરિણામ પર લાગેલી છે. જ્યારે અદાણી ગૃપના શેર્સ તૂટતા પણ માર્કેટમાં અસર પડી હતી.
આ પણ વાંચોઃAdani news: અદાણી ગ્રૂપનો મોટો નિર્ણય, 34,900 કરોડનો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અટક્યો
રોકાણકારોને નુકસાનઃ આજે (સોમવારે) શેરબજારમાં ભારે વેચવાલીના કારણે રોકાણકારોની સંપતિમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આનું કારણ એ છે કે, માર્કેટમાં ઘટાડાના કારણે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને 255.43 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે.