ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: પહેલા જ દિવસે માર્કેટમાં મંદી, સેન્સેક્સ 60,000ની નીચે

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ 175 અને નિફટી 73 પોઈન્ટના કડાકા સાથે બંધ થયો હતો.

Stock Market India: પહેલા જ દિવસે માર્કેટમાં મંદી, સેન્સેક્સ 60,000ની નીચે
Stock Market India: પહેલા જ દિવસે માર્કેટમાં મંદી, સેન્સેક્સ 60,000ની નીચે

By

Published : Feb 27, 2023, 4:04 PM IST

અમદાવાદઃસપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 175.58 પોઈન્ટ (0.30 ટકા)ના ઘટાડા સાથે 59,288.35ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 73.10 પોઈન્ટ (0.42 ટકા)ના ઘટાડા સાથે 73.10 પોઈન્ટ (0.42 ટકા)ના ઘટાડા સાથે 17,392.70ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોએ પહેલાં જ દિવસે રોવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃPatrol Diesel: છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત સ્થિરતા, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃઆઈસીઆઈસીઆઈ બેન્ક 1.99 ટકા, પાવરગ્રિડ કોર્પ 1.93 ટકા, કોટક મહિન્દ્રા 1.69 ટકા, એસબીઆઈ 1.28 ટકા, એચડીએફસી લાઈફ 1.21 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃઅદાણી એન્ટરપ્રાઈઝ -9.28 ટકા, બજાજ ઑટો, -5.46 ટકા, યુપીએલ -4.06 ટકા, તાતા સ્ટીલ -3.33 ટકા, ઈન્ફોસિસ -2.67 ટકા.

આ પણ વાંચોઃTransport Ministry: 01 એપ્રિલથી જૂની કાર ખરીદવી બનશે મુશ્કેલ

માર્કેટની આજની સ્થિતિઃઆજે દિવસભરની ઉથલપાથલ પછી બજારમાં છેલ્લા કલાકોમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ, નિફ્ટી સતત 7મા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે રિટલ્ટી, બેન્કિંગ શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે મેટલ, આઈટી, ઑટો શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા શેર્સ પર દબાણ જોવા મળ્યું હતું. ઉપરાંત મિડકેપ, સ્મૉલ કેપ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details