અમદાવાદઃસપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 311.03 પોઈન્ટ (0.51 ટકા)ના ઘટાડા સાથે 60,691.54ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 99.60 પોઈન્ટ (0.56 ટકા)ના ઘટાડા સાથે 17,844.60ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃLoan on Adani Group: અદાણી સમૂહ લોન પરત કરવા શું કરી રહ્યું છે પ્લાન?
PNBએ FD પર વધાર્યું વ્યાજઃસરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કે પોતાના કરોડો ગ્રાહકોને નવી ભેટ આપી છે. બેન્કે પોતાના ફિક્સ્ડ ડિપોઝિટના દરને વધારવાની જાહેરાત કરી છે. બેન્કે એક ઝાટકે વ્યાજદર 0.30 ટકા વધારી દીધો છે. આ નવા વ્યાજદર 20 ફેબ્રુઆરીથી જ લાગુ થશે. આ પહેલા સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો હતો.