અમદાવાદઃસપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 260.86 પોઈન્ટ (0.41 ટકા)ના ઘટાડા સાથે 60.431.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 85.60 પોઈન્ટ (0.48 ટકા) તૂટીને 17,770.90ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોFinance Minister on GST Dues : રાજ્યને કારણે GST વળતરની રકમ મુક્ત કરવામાં વિલંબ - નાણાપ્રધાન
માર્કેટની આજની સ્થિતિઃભારતીય શેરબજારમાં આજે દબાણ જોવા મળ્યું હતું. જ્યારે મિડકેપ, સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. તો આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આઈટી, રિયલ્ટી, બેન્કિંગ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. તો ઑટો, ફાર્મા, એનર્જી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ઉપરાંત પીએસઈ, એફએમસીજી ઈન્ડેક્સ સામાન્ય વધારા સાથે બંધ થયા હતા.