અમદાવાદઃસપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 334.98 પોઈન્ટ (0.55 ટકા)ની નબળાઈ સાથે 60,506.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 89.45 પોઈન્ટ (0.50 ટકા) તૂટીને 17,764.60ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોAdani Group Share: અમેરીકાથી આ ખબર આવતા જ અદાણીના શેરમાં મોટો ઘટાડો
અદાણીના ક્વાર્ટરના પરિણામ જાહેરઃ અદાણી ટ્રાન્સમિશને આજે પોતાના ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ માહિતી આપી હતી કે, તેનો ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો ગયા વર્ષની સરખામણીએ 77.8 ટકા વધીને 474 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 22 ટકાના વધારા સાથે 3,551.7 કરોડ રૂપિયા પર રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમયગાળામાં 2,911.7 કરોડ રૂપિયા પર રહી હતી.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃઅદાણી પોર્ટ્સ 9.34 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 2.32 ટકા, બીપીસીએલ 2.16 ટકા, એપોલો હોસ્પિટલ 1.63 ટકા, હીરો મોટોકોર્પ 1.54 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃડિવાઈસ લેબ્સ -3.69 ટકા, જેએસડ્બ્લૂ સ્ટીલ -2.84 ટકા, હિન્દલ્કો -2.68 ટકા, તાતા સ્ટીલ -2.41 ટકા, કોટક મહિન્દ્રા -1.87 ટકા.