અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 1,093.22 પોઈન્ટ (1.82 ટકા)ના ઘટાડા સાથે 58,840.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 326.15 પોઈન્ટ (1.82 ટકા) તૂટીને 17,551.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સે 59,000 અને નિફ્ટીએ 18,000ની સપાટી ગુમાવી દીધી (Stock Market India News Update) છે.
નિષ્ણાતના મતેટ્રેડબૂલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સતત ત્રીજા સત્ર માટે માર્કેટમાં નુકસાન લંબાઈ રહ્યું છે. અપેક્ષા કરતાં વધુ ફૂગાવાના કારણે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં હજી વધારા શક્ય છે. બીજી તરફ ઘણી બધી રેટિંગ એજન્સીઓએ પણ ભારતના આર્થિક વિકાસમાં ઘટાડો દર્શાવ્યો છે. તો સાપ્તાહિક ધોરણે માત્ર મેટલ્સ અને બેન્કો પોઝિટિવમાં બંધ થયા છે. તેમ જ આગામી સપ્તાહે પણ મેટલ્સ અને બેન્કો સકારાત્મક વેપાર કરી શકે છે. જ્યારે આઈટી, રિયલ્ટી અને ઓટોમાં નબળા વેપાર થવાની ધારણા છે.