ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો, સેન્સેક્સ હજી પણ 59000ની નીચે - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ

સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 30.81 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 17.15 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Stock Market India શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો, સેન્સેક્સ હજી પણ 59000ની નીચે
Stock Market India શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો, સેન્સેક્સ હજી પણ 59000ની નીચે

By

Published : Oct 7, 2022, 3:43 PM IST

અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 30.81 પોઈન્ટ (0.05 ટકા) તૂટીને 58,191.29ના સ્તર પર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 17.15 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 17,314.65ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ રોકાણકારોએ (Stock Market India News) પણ છેલ્લા દિવસે રોવાનો વારો આવ્યો છે.

નિષ્ણાતના મતેટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુએસ ડૉલર અને ટ્રેઝરી યિલ્ડમાં તેજી પછી બેન્ચમાર્ક સૂચકાંકોએ ખોટ વધારી છે. તો ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી રૂપિયા પર વધુ દબાણ લાવી રહી છે, જે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડર્સને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ઈન્ડિવિડ્યુલ થિમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલું રાખે. કારણ કે, પરિણામની સિઝન શરૂ થશે. પાવર અને ઑટો સેક્ટર આ અઠવાડિયે મજબૂત ટ્રેડ થવાની ધારણા છે જ્યારે ફાર્મા અન્ડરપર્ફોર્મર રહી શકે છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સટાઈટન કંપની (Titan Company) 5.31 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.50 ટકા, ઓએનજીસી (ONGC) 1.06 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) 1.04 ટકા, ગ્રેસિમ (Grasim) 0.88 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સતાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -1.69 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -1.63 ટકા, બીપીસીએલ (BPCL) -1.52 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.44 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.33 ટકા.

ABOUT THE AUTHOR

...view details