અમદાવાદઃસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 316.94 પોઈન્ટ (0.52 ટકા) ગગડીને 61,002.57ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91.60 પોઈન્ટ (0.51 ટકા)ના ઘટાડા સાથે 17,944.20ના સ્તર પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃVegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં સામાન્ય ઉથલપાથલ
નિષ્ણાતના મતેઃટ્રેડબૂલ્સના સિનિયર એનાલિસ્ટ ભાવિક પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સપ્તાહના છેલ્લા દિવસે સ્પષ્ટપણે વેચવાલી દબાણ સાથે ભારતીય બજાર તેના વૈશ્વિક સમકક્ષોના પગલે ચાલ્યું હતું. સતત ઊંચા ફૂગાવા સામે લડવા 50 બેઝીસ-પોઈન્ટ વ્યાજ દરમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે તેવી ફેડરલ રિઝર્વના 2 અધિકારીઓની ટિપ્પણી પછી વૈશ્વિક સૂચકાંકો નબળા ટ્રેડ થઈ રહ્યા હતા. ડાઉનસાઈડ પર 17,710 એક મહત્વપૂર્ણ મિડરેન્જ સપોર્ટ રહે છે, જેની નીચે બૂલિશ મોડને રદબાતલ ગણવો, આક્રમક સ્થિતિ ટાળવી.