ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ધબડકો - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) ધબડકો જોવા મળ્યો હતો. તેના કારણે રોકાણકારોને રોવાનો વારો આવ્યો હતો. છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને કડાકા સાથે બંધ થયા છે.

Stock Market India છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ધબડકો
Stock Market India છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ધબડકો

By

Published : Dec 30, 2022, 4:54 PM IST

અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 293.14 પોઈન્ટ (0.48 ટકા)ના ઘટાડા સાથે 60,840.74ના સ્તર પર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 85.70 પોઈન્ટ (0.47 ટકા) ગગડીને 18,105.30ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ

નિષ્ણાતના મતેટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુએસ ખાતેનો ડેટા દર્શાવે છે કે, ફેડરલ રિઝર્વની આક્રમક નાણાકીય નીતિ ફુગાવાના દબાણને ઘટાડી રહી છે. જોકે, તેમ છતાં ચીનમાં કોવિડના કેસોની ચિંતા યથાવત્ છે. કેલેન્ડર 2022ની સમાપ્તિ થોડી આશાવાદી જોવા મળી છે. નબળા યુએસ ડૉલર અને ક્રૂડ ઓઈલના ભાવ દબાણ હેઠળ રહે છે. તે સ્થાનિક બજારો માટે સારા સંકેત છે. બેન્ક, ફાઈનાન્સ અને એનર્જી ઊંચા વેપાર થવાની ધારણા છે. જ્યારે ફાર્મા સપ્તાહ માટે નીચો દેખાવ કરી શકે છે. ટેક્નિકલ મોરચે, નિફ્ટી 50 માટે કી રેઝિસ્ટન્સ લેવલ 18,450 છે અને ડાઉનસાઇડ પર 18,100 મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 2.26 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.69 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 1.56 ટકા, ઓએનજીસી (ONGC) 1.45 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterpris) 1.11 ટકા.

આ પણ વાંચોટ્વિટરની નવી નીતિમાં વિજ્ઞાનને અનુસરવામાં આવશે, તેના પર સવાલ ઉઠાવવાની પણ સ્વતંત્રતા હશે: એલોન મસ્ક

સૌથી વધુ ગગડેલા શેર્સએસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -2.25 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -2.11 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -1.86 ટકા, ગ્રેસિમ (Grasim) -1.78 ટકા, એચડીએફસી (HDFC) -1.77 ટકા.

ABOUT THE AUTHOR

...view details