અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 980.93 પોઈન્ટ (1.61 ટકા)ના ઘટાડા સાથે 59,845.29ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 320.55 પોઈન્ટ (1.77 ટકા) તૂટીને 17,806.80ના સ્તર પર બંધ થયો છે.
નિષ્ણાતના મતેટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચીન સહિન વિશ્વમાં કોવિડના પેનિકને કારણે માર્કેટ પર દબાણ જોવા મળ્યું છે. ઈન્ડેક્સ તેના અગાઉના દિવસના સ્વિંગ લોની નીચે ઉતરી જતાં તેમાં વધુ વેચવાલી નીકળી હતી. તેણે એક વધુ બેરિશ બાર બનાવ્યો છે, જે બ્રેકડાઉનની ખાતરી આપે છે. શોર્ટ ટર્મ ટ્રેડર્સ તેમની લોંગ શોર્ટ સ્ટ્રેટેજી જાળવી શકે છે. તેઓ પુલ બેક દરમિયાન રિવર્સલની સંપૂર્ણ ખાતરી ના મળે ત્યાં સુધી શોર્ટ પોઝીશન લઈ શકે છે. વિકલી ક્લોઝિંગ બેસીસ પર 18480નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે. જ્યારે 17980 નીચેનો પેટર્ન ટાર્ગેટ રહેશે. બંને ટ્રેન્ડ સ્ટ્રેન્થ ઈન્ડિકેટર્સ બેરિશ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. જે ઘટાડો લંબાઈ શકે તેમ સૂચવે છે. 18440નું સ્તર નજીકનો અવરોધ બની રહેશે.