અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ભલે ઉછાળા સાથે થઈ હતી. પરંતુ શેરબજાર દિવસભરની (Stock Market India) ઉથલપાથલ પછી ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 415.69 પોઈન્ટ (0.66 ટકા)ની તેજી સાથે 62,868.50ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 116.40 પોઈન્ટ (0.62 ટકા)ના વધારા સાથે 18,696.10ના સ્તર પર બંધ થયો છે.
નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના (Tradebulls Securities) CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણા બજારોમાં મોમેન્ટમ હોવા છતાં મૂલ્યાંકન ઊંચા સ્તરે છે. બજાર હાલના સ્તરની આસપાસ કોન્સોલિડેટેડ થવાની શક્યતા છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ લાર્જ કેપની તુલનામાં સંઘર્ષ કરી રહ્યા છે અને ટૂંકા ગાળામાં નાણાકીય બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે. જ્યાં સુધી વલણમાં સ્પષ્ટ ફેરફાર અથવા રિવર્સલ સ્થાપિત ન થાય ત્યાં સુધી ટ્રેલિંગ સ્ટોપ પદ્ધતિ સાથે પોઝિશનલ લોંગ્સ જાળવી રાખવાનું આદર્શ છે. તો 17,880થી પોઝિશનલ સ્ટોપ લેવલ વધારવા માટે 18,360એ એક આદર્શ સ્તર છે.