ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ - Stock Market India today Update

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 578.51 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 194 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Stock Market India સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ
Stock Market India સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ

By

Published : Sep 20, 2022, 3:56 PM IST

અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 578.51 પોઈન્ટ (0.98 ટકા)ના ઉછાળા સાથે 59,719.74ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 194 પોઈન્ટ (1.10 ટકા)ના વધારા સાથે 17,816.25ના સ્તર પર બંધ થયો છે. જોકે, આ સાથે જ સેન્સેક્સ 60,000ની નજીક ટકી રહેવામાં સફળ રહ્યો છે. જ્યારે નિફ્ટી 18,000ની નીચે ગગડી ગયો (Stock Market India News) છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએપોલો હોસ્પિટલ (Apollo Hospital) 5.75 ટકા, સિપ્લા (Cipla) 5.52 ટકા, સન ફાર્મા (Sun Pharma) 4.17 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 3.61 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) 2.88 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સશ્રી સિમેન્ટ્સ (Shree Cements) -0.94 ટકા, ગ્રેસિમ (Grasim) -0.81 ટકા, નેશલે (Nestle) -0.76 ટકા, રિલાયન્સ (Reliance) -0.18 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -0.24 ટકા.

ABOUT THE AUTHOR

...view details