અમદાવાદઃસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર સામાન્ય તેજી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 139.91 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 58,214.59ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44.40 પોઈન્ટ (0.26 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,151.90ના સ્તર પર બંધ થયો છે. આ સાથે રોકાણકારોમાં અનેરી ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોઃAdani news: અદાણી ગ્રૂપનો મોટો નિર્ણય, 34,900 કરોડનો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અટક્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃએચડીએફસી લાઈફ 3.05 ટકા, બજાજ ફાઈનાન્સ 2.17 ટકા, બજાજ ફિન્સર્વ 2.09 ટકા, સન ફાર્મા 1.66 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ 1.43 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃબીપીસીએલ -1.88 ટકા, એનટીપીસી -1.55 ટકા, કૉલ ઈન્ડિયા -1.43 ટકા, અદાણી પોર્ટ્સ -1.15 ટકા, એક્સિસ બેન્ક -0.70 ટકા.
માર્કેટની આજની સ્થિતિઃતો આજના વેપારમાં તેજી ફાર્મા, કમોડિટી, બેન્કિંગ ફાઈનાન્શિઅલ સર્વિસીઝ શેર્સમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ રિયલ્ટી અને મેટલ શેર્સમાં ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા છે. બ્રોડર માર્કેટની વાત કરીએ તો, બીએસઈના મેડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ક્રમશઃ 0.20 ટકા અને 0.54 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે આ તેજીના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે એક જ દિવસમાં 1.06 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
શેર્સમાં વેપારઃબોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આજે વધારા સાથે બંધ થનારા શેર્સની સંખ્યા વધુ રહી હતી. જ્યારે એક્સચેન્જ પર કુલ 3,631 શેર્સમાં વેપાર જોવા મળ્યો હતો. આમાંથી 2,040 શેર્સ ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે 1,453 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 138 શેર્સમાં ઉતાર-ચઢાવ ફ્લેટ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃGoogle Layoff 2023: ગુગલે મેટરનિટી લીવની બાકીની ચૂકવણી કરવાનો કર્યો ઇનકાર
કંપનીઓની માર્કેટ કેપ વધીઃ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે વધીને 257.95 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. જે છેલ્લા કારોબારી દિવસ મંગળવારે 256.89 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ આજે 1.06 લાખ કરોડ રૂપિયા વધી છે.