અમદાવાદઃસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 242.83 પોઈન્ટ (0.40 ટકા)ના વધારા સાથે 61,275.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86 પોઈન્ટ (0.48 ટકા)ના ઉછાળા સાથે 18,015.85ના સ્તર પર બંધ થયો છે. આ સાથે રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોSalesforce Layoff: 2 કલાકમાં સેલ્સફોર્સના 7000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા
માર્કેટની સ્થિતિઃ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે (15 ફેબ્રુઆરી) વધીને 267.32 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ હતી, જે આનાથી છેલ્લા કારોબારી દિવસ એટલે કે મંગળવારે (14 ફેબ્રુઆરીએ) 266 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે 1.32 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. એટલે કે રોકાણકારોની વેલ્થમાં આજે 1.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.