અમદાવાદઃસપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 337.75 પોઈન્ટ (0.63 ટકા)ના વધારા સાથે 60,663.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150.20 પોઈન્ટ (0.85 ટકા)ની તેજી સાથે 17,871.70ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોRepo Rate Hiked: RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો, ઘર-કાર લોન થશે મોંઘી
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃઅદાણી એન્ટરપ્રાઈઝ 20 ટકા, અદાણી પોર્ટ્સ 8.64 ટકા, એચડીએફસી લાઈફ 5.39 ટકા, બજાજ ફાઈનાન્સ 3.12 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 2.93 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃપાવરગ્રિડ કોર્પ -2.21 ટકા, કૉલ ઇન્ડિયા -1.84 ટકા, લાર્સન -1.62 ટકા, ભારતી એરટેલ -1.35 ટકા, હીરો મોટોકોર્પ -1.42 ટકા.
આ પણ વાંચોAdani Group: અદાણી પોર્ટ્સના ત્રિમાસિક પરિણામો જાહેર, ગયા વર્ષની સરખામણીમાં નફો ઘટ્યો
RBIના ગવર્નરનું નિવેદનઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટી છે. આર્થિક જરૂરિયાતો માટે યોગ્ય પગલાં ઉઠાવતા રહીશું. G-SEC માર્કેટ સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફરી લાગુ કરવામાં આવી રહી છે. જ્યારે G-SEC લેન્ડિંગ, બોરોઈંગને મંજૂરીની જોગવાઈ મળી છે. તેમણે ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ 23 એપ્રિલ-સપ્ટેમ્બર CAD GDPનો 3.3 ટકા હતો. જ્યારે નાણાકીય વર્ષ 23 ઑક્ટોબર-માર્ચમાં CADમાં ક્યારેય શક્ય છે. નાણાકીય વર્ષ 23 ઑક્ટોબર-ડિસેમ્બરના CADમાં ઘટાડો જોવા મળ્યો છે.