અમદાવાદઃસપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 445.73 પોઈન્ટ (0.77 ટકા)ની તેજી સાથે 58,074.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 119.10 પોઈન્ટ (0.70 ટકા)ના વધારા સાથે 17,107.50ના સ્તર પર બંધ થયો છે. સાથે જ બીજા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આ સાથે જ આજનો દિવસ ભારતીય શેરબજાર માટે મંગળ રહ્યો હતો. આના જ કારણે રોકાણકારો ખુશ જોવા મળ્યા નહતા.
આ પણ વાંચોઃGoogle Layoff 2023: ગુગલે મેટરનિટી લીવની બાકીની ચૂકવણી કરવાનો કર્યો ઇનકાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃએચડીએફસી લાઈફ 3.76 ટકા, રિલાયન્સ 3.11 ટકા, બજાજ ફાઈનાન્સ 2.87 ટકા, બજાજ ઑટો 2.65 ટકા, ટાઈટન કંપની 2.20 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃએચયુએલ -1.94 ટકા, પાવરગ્રિડ કોર્પ -1.91 ટકા, બ્રિટેનિયા -1.55 ટકા, ટેક મહિન્દ્રા -1.20 ટકા, ટીસીએસ -1.18 ટકા.
માર્કેટની આજની સ્થિતિઃઆજે દિવસ દરમિયાન કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, બેન્ક, પાવર, કેપિટલ ગુડ્ઝ, ફાઈનાન્શિઅરલ, ટેલિકોમ, ઑઈલગેસ અને એનર્જી શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. તો આ તરફ ટેકનો હેલ્થકેર, આઈટી, રિયલ્ટી શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. ઉપરાંત આજે બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.64 ટકા અને 0.47 ટકા વધીને બંધ રહ્યા હતા.
આ પણ વાંચોઃSilicon Valley Bank crash: અભિનેત્રી શેરોન સ્ટોને બેંકિંગ કટોકટીમાં ગુમાવ્યા રુપિયા
રોકાણકારોને જલસાઃબીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે (21 માર્ચે) વધીને 256.91 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું, જે આના પહેલા વેપારી દિવસે (20 માર્ચે) 255.43 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે લગભગ 1.48 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. આ સાથે જ રોકાણકારોની સંપતિમાં 1.48 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.