ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India ઉછાળા સાથે બંધ થયું માર્કેટ, નિફ્ટી 117 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, આજે દિવસભરની ઉથલપાથલ થવા છતાં પણ સેન્સેક્સ (Bombay Stock Exchange News) 61,000ને પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

Stock Market India ઉછાળા સાથે બંધ થયું માર્કેટ, નિફ્ટી 117 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India ઉછાળા સાથે બંધ થયું માર્કેટ, નિફ્ટી 117 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 27, 2022, 4:05 PM IST

અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 361.01 પોઈન્ટ (0.60 ટકા)ના વધારા સાથે 60,927.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 117.70 પોઈન્ટ (0.65 ટકા)ના ઉછાળા સાતે 18,132.30ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સહિન્દલ્કો (Hindalco) 6.33 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 5.86 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 4.47 ટકા, ઓએનજીસી (ONGC) 2.48 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 2.43 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સએચયુએલ (HUL) -0.92 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -0.86 ટકા, નેશલે (Nestle) -0.61 ટકા, આઈટીસી (ITC) -0.43 ટકા, એનટીપીસી (NTPC) -0.27 ટકા.

ABOUT THE AUTHOR

...view details