અમદાવાદઃસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 78.94 પોઈન્ટ (0.14 ટકા)ના ઉછાળા સાથે 57,634.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 13.45 પોઈન્ટ (0.08 ટકા)ના સામાન્ય વધારા સાથે 16,985.60ના સ્તર પર બંધ થયો છે. ત્યારે હવે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃNokia Netplus Collaboration : નોકિયા અને નેટપ્લસે ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે હાથ મિલાવ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃબીપીસીએલ 6.24 ટકા, નેશલે 2.54 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.33 ટકા, એચયુએલ 2.21 ટકા, ટાઈટન કંપની 2.14 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃહિન્દલ્કો -5.22 ટકા, તાતા સ્ટીલ -3.31 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -2.54 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -2.54 ટકા, ભારતી એરટેલ -1.41 ટકા.
માર્કેટની આજની સ્થિતિઃઆજના વેપારમાં એફએમસીજી, યુટિલિટી, પાવર, ઑઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેર્સમાં તેજી જોવા મળી હતી. તો આઈટી, મેટલ અને ટેક કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. તો બ્રોડર માર્કેટમાં મિશ્ર સંકેત જોવા મળ્યા છે. જ્યારે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ લગભગ ફ્લેટ સપાટીએ બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.69 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃPaytm UPI Liteના યુઝર્સની સંખ્યા 2 મિલિયનને પાર, દરરોજ 5 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન
રોકાણકારોની સંપત્તિમાં વધારોઃબીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે 256.40 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ હતી, જે આના છેલ્લા કારોબારી દિવસ એટલે કે 15 માર્ચે 255.90 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ આજે 50,000 કરોડ રૂપિયા વધ્યો છે. એટલે રોકાણકારોની વેલ્થમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.