અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 123.63 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 60,348.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42.95 પોઈન્ટ (0.24 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,754.40ના સ્તર પર બંધ થયો છે. તેના કારણે રોકાણકારોના ચહેરા પર રોનક આવી છે.
આ પણ વાંચોઃShare Market Update : આ કારણોને લીધે, શેર બજારના સેન્સેક્સ-નિફ્ટી અને ઇન્ડેક્સમાં ઘટાડો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃતાતા સ્ટીલ 1.60 ટકા, લાર્સન 1.03 ટકા, એપોલો હોસ્પિટલ 0.96 ટકા, ભારતી એરટેલ 0.89 ટકા, એક્સિસ બેન્ક 0.80 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃઅદાણી એન્ટરપ્રાઈઝ -4.24 ટકા, એમ એન્ડ એમ -3.24 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ -2.88 ટકા, રિલાયન્સ -2.40 ટકા, અદાણી પોર્ટ્સ -2.08 ટકા.
આ પણ વાંચોઃGold Silver price : સોના ચાંદીની માર્કેટમાં મંદીનો માતમ
માર્કેટની સ્થિતિઃબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ દિવસભરની ઉથલપાથળની વચ્ચે બજાર નીચલા સ્તરથી જોરદાર રિકવરી સાથે બંધ થયું છે. આજના વેપારમાં પીએસઈ, ઑટો, એનર્જી, ઈન્ફ્રા શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે મિડકેપ, સ્મોલ કેપ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયું છે. તો નિફ્ટી બેન્ક નીચલા સ્તર પર લગભગ 480 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો છે. સેક્ટોરલ ફ્રન્ટ પર જોઈએ તો આજે પાવર ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો છે. જ્યારે ઑટો ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો હતો. તો આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.
આ શેર્સમાં તેજીઃ આજે કિર્લોસકર ઑઈલ એન્જિનના શેર્સ 15 ટકાથી વધીને તેજી સાથે જોવા મળ્યા હતા. જોકે, આ તેજી 1.88 કરોડ શેર્સ સાથે જોડાયેલા એક મોટી બ્લોક ડીલ પછી જોવા મળી રહી છે. તો અત્યાર સુધી આના બાયર્સ અને સેલર્સ સાથે જોડાયેલી જાણકારી સામે નથી આવી.